ડોળાસાના રાણવશી પ્રાથમિક શાળાના, પૂર્વ વિદ્યાર્થી અને હાલના ફોજીનું સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા પ્રાથમિક રાજવશી પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં ફોજીનું સન્માન કરવામાં આવ્યું હતું ડોળાસા નજીક રાણવશી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી હાલ દેશના સીમાડાની રક્ષા કરતા પૂર્વ વિદ્યાર્થીનું શાળા દ્વારા સન્માન નો એ
ડોળાસાના રાણવશી પ્રાથમિક શાળાના, પૂર્વ વિદ્યાર્થી અને હાલના ફોજીનું સન્માન કરવામાં આવ્યું


ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા પ્રાથમિક રાજવશી પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં ફોજીનું સન્માન કરવામાં આવ્યું હતું ડોળાસા નજીક રાણવશી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી હાલ દેશના સીમાડાની રક્ષા કરતા પૂર્વ વિદ્યાર્થીનું શાળા દ્વારા સન્માન નો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાણવશી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગભાઈ જગાભાઈ બામણીયા નું સી.આર.પી.એફની ટ્રેઇલિંગ પૂર્ણ કરી ઘરે આવતા તેઓનું તેમના માતા પિતાની હાજરીમાં શાળા પરિવાર દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડીઅને સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande