ગીર સોમનાથ જાપાન વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપઃ,વેરાવળના ખારવા સમાજનો દીકરો ભારતનું પ્રતિનિધિત્વ કરશે...
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળના માછીમારનો દીકરો અને સમસ્ત ખારવા સમાજનું ગૌરવ ધાર્મિક સંદીપભાઈ કુહાડા જાપાન ખાતે ૪૦ દેશો વચ્ચે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં આગામી તા.૧૭ ઓગસ્ટ ના રોજ ભાગ લેશે.જેને લઈને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વંડી ખાતે
જાપાન વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપઃ


ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળના માછીમારનો દીકરો અને સમસ્ત ખારવા સમાજનું ગૌરવ ધાર્મિક સંદીપભાઈ કુહાડા જાપાન ખાતે ૪૦ દેશો વચ્ચે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં આગામી તા.૧૭ ઓગસ્ટ ના રોજ ભાગ લેશે.જેને લઈને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વંડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા તથા અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળ પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને પંચપટેલ આગેવાન દ્વારા તેને પુષ્પગુચ હાર તોરા કરીને ભારતનો વિજય થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande