વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે પર ભયાનક અકસ્માત: ટેમ્પામાં ઘુસતા પીકઅપ વાન ડ્રાઇવરનું મોત
વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે પર ગત મધરાતે ભયાનક અકસ્માત થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના 30 વર્ષીય દિનેશકુમાર ધમારામ સિયોલ પીકઅપ વાનમાં માલ લઈને અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. બ્રિજ નંબર 29 પાસે, કોઇપણ પ્રકારના ચેતવણી સંકેત વ
Accident


વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે પર ગત મધરાતે ભયાનક અકસ્માત થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના 30 વર્ષીય દિનેશકુમાર ધમારામ સિયોલ પીકઅપ વાનમાં માલ લઈને અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. બ્રિજ નંબર 29 પાસે, કોઇપણ પ્રકારના ચેતવણી સંકેત વિના ઉભેલા આયશર ટેમ્પામાં તેમનું વાન પાછળથી જોરદાર ટકરાયું.

આ અથડામણ એટલી ગંભીર હતી કે પીકઅપ વાનનું બોનેટ અંદર ધસી ગયું અને દિનેશકુમાર સ્ટિયરિંગ અને સીટ વચ્ચે ચગદાઈ ગયા. છાતી અને બંને ઘૂંટણ પર ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું.

આ બનાવ અંગે મંજુસર પોલીસે ટેમ્પો ઉભો રાખનાર ડ્રાઇવર સાકીરઅલી નસ્સરખાન (રહે. ચવંડીકલા, તિતારકા, જિ. ખૈરથલ, રાજસ્થાન) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande