ભારે વરસાદ વચ્ચે પ્રધાનમંત્રી, બેંગલુરુથી નવી દિલ્હી જવા રવાના
બેંગલુરુ, નવી દિલ્હી,10 ઓગસ્ટ (હિ.સ.) બેંગલુરુ મેટ્રો ફેઝ-2 નું ઉદ્ઘાટન અને ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા બાદ, ભારે વરસાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ખાસ વિમાન દ્વારા નવી દિલ્હી જવા રવાના થયા. બેંગલુર
નમો


બેંગલુરુ, નવી દિલ્હી,10 ઓગસ્ટ (હિ.સ.)

બેંગલુરુ મેટ્રો ફેઝ-2 નું ઉદ્ઘાટન અને

ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા બાદ, ભારે વરસાદ વચ્ચે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ખાસ વિમાન દ્વારા નવી દિલ્હી જવા રવાના થયા.

બેંગલુરુના એચએએલ હવાઈમથક પર દિલ્હી જતા પહેલા, કર્ણાટકના મુખ્ય

સચિવ ડૉ. શાલિની રજનીશ, પોલીસ

મહાનિર્દેશક ડૉ. એમ.એ. સલીમ, બેંગલુરુ પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહ અને વિધાન પરિષદમાં

વિરોધ પક્ષના નેતા છલાવાડી ટી. નારાયણસ્વામીએ, પ્રધાનમંત્રી મોદીને, ઉષ્માભરી વિદાય

આપી.

આ પ્રસંગે ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande