શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચવાના કિસ્સામાં, સહાયક કમિશનર ફૂડ સેફ્ટીને નિર્ણય લેવાનો નિર્દેશ
પ્રયાગરાજ, નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચવાની ફરિયાદ પર બંને પક્ષોને સાંભળ્યા પછી છ અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. શ્રી કૃષ્
કાે


પ્રયાગરાજ, નવી દિલ્હી, 11 ઓગસ્ટ

(હિ.સ.) અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરમાં ભેળસેળયુક્ત ખાદ્ય

પદાર્થો વેચવાની ફરિયાદ પર બંને પક્ષોને સાંભળ્યા પછી છ અઠવાડિયામાં નિર્ણય લેવાનો

નિર્દેશ આપ્યો છે.

શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સચિવ, કપિલ કુમાર

શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ન્યાયાધીશ પ્રકાશ પડિયા દ્વારા આ આદેશ

આપવામાં આવ્યો હતો.

અરજદારે કહ્યું હતું કે,” મંદિર પરિસરમાં કોઈપણ ખાદ્ય

પદાર્થોના પ્રવેશ, વેચાણ અને વિતરણ

પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો આદેશ આપવો જોઈએ. ઉપરાંત, ભેળસેળના આરોપસર

એક દુકાનદાર (અશોક રાઘવ) નું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ સહાયક

કમિશનર (ફૂડ) એ 21 ઓગસ્ટ,

2૦24 ના રોજ એક

આદેશ પસાર કર્યો અને લાઇસન્સ પુનઃસ્થાપિત કર્યું. ઉપરોક્ત દુકાનદારનું લાઇસન્સ

કાયમી ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવી હતી.”

હિન્દુસ્થાન સમાચાર / રામાનંદ પાંડે / મહેશ પટેરિયા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande