નવી દિલ્હી 11 ઓગસ્ટ (હિ.સ.) સંસદે સોમવારે મણિપુર બજેટ અને
મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સુધારા બિલ, 2૦25ને મંજૂરી આપી. રાજ્યસભાએ મણિપુર બજેટ અને સંબંધિત (નં.
2) બિલ, 2૦25 પર સંયુક્ત
ચર્ચા અને નાણામંત્રી નિર્મલા સીતારમણના જવાબ બાદ તેમને લોકસભામાં પરત કર્યા.
લોકસભાએ ગયા અઠવાડિયે જ તેમને પસાર કરી દીધા છે.
રાજ્યસભામાં આ બિલો પર ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય
નાણામંત્રીએ કહ્યું કે,” મણિપુર, તેનું બજેટ, તેની કર આવક, જીએસટીમાં તેની ભાગીદારી રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
સીતારમણે કહ્યું કે,” અગાઉ રાજ્ય માટે ગ્રાન્ટ ઓન એકાઉન્ટ લાવવામાં આવી હતી, પરંતુ આ એક
સંપૂર્ણ બજેટ છે.” નાણામંત્રીએ કહ્યું કે,” વિપક્ષે પહેલા મણિપુરના કિસ્સામાં ઘણો
રસ દાખવ્યો હતો, પરંતુ આજે જ્યારે
મણિપુરના લોકોને, તેમના પૈસા મળવા જઈ રહ્યા છે, ત્યારે તેઓએ (વિપક્ષે) તેને મંજૂરી આપવી જોઈએ. તેમણે
વિપક્ષના સભ્યોને ચર્ચામાં ભાગ લેવા કહ્યું.”
સીતારમણે જણાવ્યું હતું કે,” કેન્દ્ર સરકાર દ્વારા મણિપુર
માટે 2898 કરોડ રૂપિયાનું બજેટ બનાવવામાં આવ્યું છે. આમાંથી 1667 કરોડ રૂપિયા મૂડી
ખાતામાં ખર્ચ કરવામાં આવશે,
જેનો અર્થ એ છે
કે, સંપત્તિઓનું નિર્માણ થશે અને રોજગારીનું સર્જન થશે, જેના પરિણામે
રાજ્યની અર્થવ્યવસ્થા પાટા પર આવશે.” સીતારમણે જણાવ્યું હતું કે,” 1231 કરોડ
રૂપિયા મહેસૂલ સહાય પર ખર્ચ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે,” આ અંતર્ગત, આંતરિક રીતે
વિસ્થાપિત લોકોના પુનર્વસનમાં તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 523 કરોડ
રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.”
આ પહેલા, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં
મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2025 અને મણિપુર એપ્રોપ્રિએશન
(નંબર 2) બિલ, 2025 બંને
બિલ એકસાથે વિચારણા અને વળતર માટે રજૂ કર્યા હતા. આ સાથે, તેમણે બજેટ
(મણિપુર), 2025-26 પણ ચર્ચા
માટે રજૂ કર્યું. રાજ્યસભાએ આ બિલો મણિપુર એપ્રોપ્રિએશન (નં. 2) બિલ, 2025 અને મણિપુર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2025 પરત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ