ઓસ્ટ્રેલિયન આર્મી ચીફ ભારતની મુલાકાતે, સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
- રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને, ચાર દિવસીય મુલાકાતની શરૂઆત નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ઓસ્ટ્રેલિયન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાઈમન સ્ટુઅર્ટ, ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ
ગાર્ડ ઓફ ઓનર નું નિરીક્ષણ કરતા, ઓસ્ટ્રેલિયન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાઈમન સ્ટુઅર્ટ


- રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને, ચાર દિવસીય મુલાકાતની શરૂઆત

નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ઓસ્ટ્રેલિયન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાઈમન સ્ટુઅર્ટ, ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની મુલાકાતની શરૂઆત કરી. નાયકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, તેમણે સાઉથ બ્લોક ખાતે ભવ્ય ગાર્ડ ઓફ ઓનરનું પણ નિરીક્ષણ કર્યું. આ સમારોહમાં બંને દેશો વચ્ચેની સંયુક્ત લશ્કરી નીતિઓ અને મિત્રતા પ્રતિબિંબિત થઈ, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત અને સ્થાયી સંરક્ષણ સંબંધોને રેખાંકિત કરે છે.

લેફ્ટનન્ટ જનરલ સાઈમન સ્ટુઅર્ટ, 11 થી 14 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન, તેઓ ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે. તેમની ભારત મુલાકાતને બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા, સંરક્ષણ ઉદ્યોગમાં સંયુક્ત કવાયતો, તાલીમ અને સહયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાઈમન સ્ટુઅર્ટની આ મુલાકાત, ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણની ઓસ્ટ્રેલિયા મુલાકાતના ચાર મહિના પછી થઈ રહી છે, જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયાના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ એડમિરલ ડેવિડ જોહ્નસ્ટન અને ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. આ બેઠકો બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. ઉપરાંત, દરિયાઈ સુરક્ષા, સંયુક્ત કવાયતો, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ ટેકનોલોજી વિનિમય અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નવી દ્વિપક્ષીય પહેલ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન આર્મી ચીફની આ ચાર દિવસીય મુલાકાત, સંયુક્ત તાલીમ, કવાયતો, સંરક્ષણ ટેકનોલોજી અને ઓપરેશનલ સિનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ દરમિયાન તેઓ, ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની મુલાકાત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને લશ્કરી ક્ષેત્રમાં વધતા સંબંધોને મજબૂત બનાવે છે, કારણ કે બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિર અને નિયમ-આધારિત વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande