કટિહાર, નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.)
બિહારના કટિહાર સહાયક પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર 1 દૂરદર્શન ટાવર
વિસ્તારમાં, રવિવારે ધર્માંતરણના આરોપોને લઈને વિવાદ ફાટી નીકળ્યો. હિન્દુ સંગઠનના
કાર્યકરોએ એક ખ્રિસ્તી પ્રાર્થના સભા સ્થળ પર હુમલો કર્યો અને પ્રાર્થના અધવચ્ચે જ
અટકાવી દીધી.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે,” આ હિન્દુ પ્રભુત્વ ધરાવતા
વિસ્તારમાં, છેલ્લા ઘણા
મહિનાઓથી સંથાલ અને આદિવાસી સમુદાયના પરિવારોનું બ્રેઈનવોશ કરીને મીટિંગના બહાને,
ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું.” હિન્દુ સંગઠનના કાર્યકરો દાવો કરે છે કે,”
આવી પ્રવૃત્તિઓ અહીં ઘણા મહિનાઓથી ચાલી રહી છે અને આ હિન્દુ આસ્થાની મજાક છે.”
પ્રાર્થના સભા સ્થળે હાજર ગુંજિયા ઓરાઓં, રાજોં ઓરાઓં અને
સરિતા ઓરાઓં જેવી મહિલાઓ પોતાને ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલી ગણાવે છે. તેઓ કહે
છે કે,” તે ફક્ત એક ધાર્મિક પ્રાર્થના સભા હતી. તેઓએ કહ્યું કે તેમને ભગવાન ઈસુમાં
સાચી શ્રદ્ધા છે અને આમાં ધર્માંતરણનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી.”
ઘટનાની માહિતી મળતા જ સહાયક પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી
ગયું હતું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે સાવચેતીના ભાગ રૂપે લગભગ છ
લોકોને કસ્ટડીમાં લીધા છે અને આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસે
જણાવ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલુ છે, અને તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે કે આરોપોમાં કેટલી
સત્યતા છે. આ ઘટના પછી વાતાવરણ તંગ છે પણ નિયંત્રણમાં છે.
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ સિંહ / ગોવિંદ ચૌધરી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ