બિજનોર, નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.)
ઉત્તર પ્રદેશના શિવાલા કલાન પોલીસ સ્ટેશન વિસ્તારના સરકથલ ગામમાં રવિવારે સવારે,
બનેલી એક દુ:ખદ ઘટનામાં બે સગા ભાઈઓ અને એક પિતરાઈ ભાઈનું મોત થયું. ત્રણેય ભાઈઓ
ખેતરમાં લગાવેલા પંપનો બેલ્ટ નાખવા માટે 15 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા, પરંતુ કૂવાના
ઝેરી ગેસથી ગૂંગળામણને કારણે, ત્રણેયના મોત થયા. રક્ષાબંધનના બીજા જ દિવસે બનેલી આ
હૃદયદ્રાવક ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે.
જણાવવામાં આવ્યું છે કે,” સરકથલ ગામમાં, રવિવારે સવારે
લગભગ 11 વાગ્યે, ગામના રહેવાસી
છત્રપાલ સિંહ (ધરમવીર સિંહનો પુત્ર) મોટરનો બેલ્ટ નાખવા માટે કૂવામાં ઉતર્યો હતો, પરંતુ કૂવાના
ઝેરી ગેસના સંપર્કમાં આવતા તે બેભાન થઈ ગયો હતો. છત્રપાલને બચાવવા માટે, ઘટનાસ્થળે હાજર
હરિ સિંહના પુત્રો હિમાંશુ (19 વર્ષ) અને કશિશ (21 વર્ષ) પણ એક પછી એક કૂવામાં
ઉતર્યા, પરંતુ ગેસના
સંપર્કમાં આવતા બંને પણ બેભાન થઈ ગયા. જ્યારે ત્રણ લોકો એક જ સમયે કૂવામાં બેભાન
થઈ ગયા, ત્યારે ઘટના સમયે
ત્યાં હાજર ચેતન નામના યુવકે બૂમ પાડી. અવાજ સાંભળીને ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા
અને તેમને દોરડાથી બાંધીને બહાર કાઢ્યા. સંબંધીઓ અને ગ્રામજનો ત્રણેયને નૂરપુરની
સરકારી હોસ્પિટલમાં લઈ ગયા,
પરંતુ ડોક્ટરોએ
ત્રણેયને મૃત જાહેર કર્યા. એક જ સમયે ત્રણ ભાઈઓના મૃત્યુથી ગામમાં હોબાળો મચી ગયો.”
મૃતકોમાં છત્રપાલ દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો
હતો અને બે દિવસ પહેલા રક્ષાબંધન નિમિત્તે ગામ પાછો ફર્યો હતો. તેના લગ્ન બે વર્ષ
પહેલા થયા હતા અને તે બે ભાઈઓ અને બે બહેનોમાં ત્રીજો હતો. હિમાંશુ અને કશિશ તેમના
માતાપિતાના એકમાત્ર પુત્ર હતા. અભ્યાસ પછી, હિમાંશુ ગામમાં રહેતો અને તેના પિતાને ખેતીમાં મદદ કરતો, જ્યારે કશિશ
દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનનું કામ શીખી રહ્યો હતો અને તે પણ રક્ષાબંધન પર ગામમાં
આવ્યો હતો.
ગ્રામજનો અંકિત સૈનીએ જણાવ્યું કે,” પાણી કાઢવાનો હેતુ
મચ્છરોના ઉત્પત્તિ અટકાવવાનો હતો, પરંતુ કૂવામાં બનેલો ઝેરી ગેસ મૃત્યુનું કારણ બન્યો.” તેમણે
કહ્યું કે,” આજે મારા કાકા અને મારા કાકાના ત્રણ પુત્રોનું એકસાથે મૃત્યુ થયું, આ અમારા પરિવાર
માટે ક્યારેય ન રૂઝાય તેવો ઘા છે. નૂરપુર પોલીસે મૃતદેહોને હોસ્પિટલમાંથી
પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.” આ અકસ્માત બાદ ગામમાં શોકનો માહોલ છે અને
રક્ષાબંધનની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / નરેન્દ્ર / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ