મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.)
જીઆઈડીસી મહેસાણા ખાતે ખોડિયાર માતાજી મંદિર હવન પ્રસંગે ધારાસભ્યની ઉપસ્થિતિ
જીઆઈડીસી મહેસાણા ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે માઇભક્તો દ્વારા ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભવ્ય હવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. આ પાવન પ્રસંગે ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી ભક્તોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું અને ખોડિયાર માતાના આશીર્વાદથી સમાજમાં સુખ-શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
આ અવસરે ગણપત યુનિવર્સિટીના ટ્રસ્ટી, ગણપત યુનિવર્સિટી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર તથા સામાજિક આગેવાન શ્રી સોમભાઈ રાયકા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માઇભક્તો સાથે ધાર્મિક વિધિમાં સહભાગી બનીને મંદિર વિકાસ અને સામાજિક એકતાને મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
હવન પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો અને ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું. ભક્તોએ ભજન-કીર્તન અને આરતીમાં ભાગ લઈને માઈના ચરણોમાં ભાવભીની અર્પણા કરી. કાર્યક્રમનું સંચાલન મંદિર ટ્રસ્ટના આગેવાનો અને માઇભક્તોએ સંયુક્ત રીતે કર્યું હતું. અંતે પ્રસાદ વિતરણ સાથે હવન પ્રસંગનો સમાપન થયો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR