જામનગર જિલ્લામાં વીજ શોક લાગવાથી, સગીર અને પ્રૌઢના મૃત્યુ
જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના એક શ્રમિક પરિવારના સોળ વર્ષના પુત્રને જમીન પર ખૂલો પડેલો વાયર અડકી જતાં વીજ આંચકો લાગવાથી આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરની
વીજ શોક


જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના એક શ્રમિક પરિવારના સોળ વર્ષના પુત્રને જમીન પર ખૂલો પડેલો વાયર અડકી જતાં વીજ આંચકો લાગવાથી આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરની સીમમાં ખેતરે પાણીની મોટર કાઢતી વેળાએ વીજવાયરમાંથી એક ખેડૂતને મોત મળ્યું છે.

કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં અર્જુનસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના જીલાસ તાલુકાના ઉમરજોખા ગામના વતની ઈલિયાસ જીથરાભાઈ મહિડા (ઉ.વ.૧૬) અને અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે ખેતરમાં કામ કરતા હતા ત્યારે પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા ઈલિયાસને જમીન પર પડેલો ખૂલો વાયર પગમાં અડકી જતા તેને વીજ આંચકો લાગ્યો હતો. સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડાયેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. તેના મોટાભાઈ જીવણભાઈ મહિડાએ પોલીસને જાણ કરી છે.

લાલપુર શહેરમાં ચાર થાંભલા વિસ્તારમાં રહેતા પંકજભાઈ શામજીભાઈ પાડલીયા (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાના સીમ વિસ્તારમાં આવેલા ખેતરે પાણીની મોટર કાઢી રહ્યા હતા ત્યારે મોટરમાં જોડવામાં આવેલો ઈલેકટ્રીક વાયર લોખંડની ઘોડી પર પડ્યા પછી ઘોડીમાંથી પંકજભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ પ્રૌઢને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર મીત પાડલીયાએ પોલીસને જાણ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande