નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતના
'ટેક સિટી' બેંગલુરુથી
ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું
કે,” ભારતીય ટેક કંપનીઓએ વિશ્વભરમાં પોતાની છાપ છોડી છે. હવે સમય આવી ગયો છે કે
ભારતની જરૂરિયાતોને વધુ પ્રાથમિકતા આપવામાં આવે, જેથી ટેકનોલોજીના લાભ દેશના દરેક નાગરિક સુધી
પહોંચે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની મુલાકાત લીધી.
તેમણે બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનું
ઉદ્ઘાટન કર્યું. તેમણે આરવી રોડ (રાગીગુડ્ડા) થી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન
સુધીની યલો લાઇનમાં સવારી પણ કરી. બેંગલુરુમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું
ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા પછી પ્રધાનમંત્રીએ એક જાહેર સમારોહને સંબોધિત કર્યો.
કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
કર્યો અને કહ્યું કે,” આ સફળતામાં ભારતના 'મેક ઇન ઇન્ડિયા'ની તાકાત છે. આ 'મેક ઇન ઇન્ડિયા'ની તાકાત બનાવવામાં બેંગલુરુ અને કર્ણાટકના યુવાનોએ
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સેંકડો કિલોમીટર અંદર જઈને
આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પરિણામે પાકિસ્તાન થોડા કલાકોમાં જ ઘૂંટણિયે પડી
ગયું.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભારતે છેલ્લા 11 વર્ષમાં
નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી
અર્થવ્યવસ્થા છે. આ ગતિનો સ્ત્રોત સુધારા, પ્રદર્શન, પરિવર્તન, પ્રામાણિક ઇરાદા અને સતત પ્રયાસોની ભાવના રહી છે. હવે, આ સિદ્ધિઓમાં, આપણી આગામી મોટી
પ્રાથમિકતા 'ટેક આત્મનિર્ભર' ભારત હોવી જોઈએ.”
ટેકનોલોજી અને આત્મનિર્ભરતા તરફના પગલાંનો ઉલ્લેખ કરતા
તેમણે કહ્યું કે,” આજે ભારત ઓછા ખર્ચે, ઉચ્ચ-ટેક અવકાશ મિશનનું વૈશ્વિક ઉદાહરણ બની ગયું છે. ભારત
તેના એઆઇમિશન સાથે
વૈશ્વિક એઆઈનેતૃત્વ તરફ આગળ
વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર મિશન પણ હવે ગતિ પકડી રહ્યું છે, અને ટૂંક સમયમાં 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ્સ ઉપલબ્ધ
થશે.”
પ્રધાનમંત્રીએ ભારતીય ટેક કંપનીઓને સ્થાનિક પ્રાથમિકતાઓ પર
ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. તેમણે કહ્યું કે.” હવે સમય આવી ગયો છે કે ભારતની
જરૂરિયાતોને વધુ પ્રાથમિકતા આપવામાં આવે, જેથી ટેકનોલોજીના લાભ દેશના દરેક નાગરિક સુધી પહોંચે.
ભારતીય ટેક કંપનીઓએ વિશ્વભરમાં પોતાની છાપ છોડી છે. અમે સમગ્ર વિશ્વ માટે સોફ્ટવેર
અને ઉત્પાદનો બનાવ્યા છે.”
પ્રધાનમંત્રીએ ડેટા સાથે દેશમાં માળખાગત સુવિધાઓ અને
કનેક્ટિવિટીમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે,” આજે ભારત
વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. રેલ્વે વીજળીકરણમાં
પણ ઐતિહાસિક પ્રગતિ થઈ છે.” પ્રધાનમંત્રીએ બેંગલુરુ શહેરને નવા ભારતના ઉદયનું
પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે,” તે એક એવું શહેર છે જેનો આત્મા તત્વજ્ઞાન ધરાવે
છે અને જેના કાર્યોમાં ટેક જ્ઞાન છે. આ શહેરે વૈશ્વિક આઈટીનકશા પર ભારતનો
ધ્વજ લહેરાવ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજે શરૂ કરાયેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ વેપાર, પર્યટન અને
પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપશે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ