નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે તેમના
કર્ણાટક પ્રવાસ દરમિયાન બેંગલુરુ અને દેશના વિવિધ ભાગો માટે 23,000 કરોડ રૂપિયાથી
વધુના, શહેરી જોડાણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બેંગલુરુ
મેટ્રો યલો લાઇનને લીલી ઝંડી આપશે અને આરવી રોડ (રાગીગુડ્ડા) થી ઇલેક્ટ્રોનિક સિટી
મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, તેઓ શહેરી જોડાણ
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત
કરશે.
વડાપ્રધાન મોદી, બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશનથી ત્રણ
નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે જે દેશના ઘણા રાજ્યોને જોડશે.
આમાં બેંગલુરુ-બેલગાવી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ અને
નાગપુર (અજની)-પુણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ