રાજ્યભરમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, 10 ઓગસ્ટ (હિ.સ.): પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ''પોલીસ-સરપંચ પરિસંવાદ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવ
રાજ્યભરમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમ યોજાશે


ગાંધીનગર, 10 ઓગસ્ટ (હિ.સ.): પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કરશે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે.

આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande