આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, આજે ઇન્દોરમાં સંવાદિતાનો સંદેશ આપશે, કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે
ઇન્દોર, નવી દિલ્હી,10 ઓગસ્ટ (હિ.સ.) આરએસએસ પ્રમુખ ડૉ. મોહન ભાગવત આજે (રવિવાર) ઇન્દોરમાં, બે મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સ્કીમ નંબર 78 સ્થિત બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર ખાતે આય
સંઘ


ઇન્દોર, નવી દિલ્હી,10 ઓગસ્ટ (હિ.સ.) આરએસએસ

પ્રમુખ ડૉ. મોહન ભાગવત આજે (રવિવાર) ઇન્દોરમાં, બે મુખ્ય કાર્યક્રમોમાં હાજરી

આપશે. તેઓ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી

સ્કીમ નંબર 78 સ્થિત

બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત, માલવા પ્રાંતની સંવાદિતા સભામાં પંચ

પ્રાણ વિષયો પર આમંત્રિત બૌદ્ધિકો સાથે વાર્તાલાપ કરશે અને સદ્ભાવનાનો સંદેશ આપશે.

આ પછી, તેઓ સાંજે 5 થી સાંજે 7 વાગ્યા સુધી

શ્રી ગુરુજી સેવા ન્યાસના પ્રોજેક્ટ, માધવ સૃષ્ટિ આરોગ્ય કેન્દ્રના કેન્સર

હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

સરસંઘચાલક ડૉ. ભાગવત શનિવારે રાત્રે ઇન્દોર પહોંચ્યા. અહી તેઓએ, રામબાગ વિસ્તારમાં, પંતવૈધ કોલોની સ્થિત સંઘ કાર્યાલય

સુદર્શનમાં રાત્રિ રોકાણ કર્યું હતુ. પંચ પરિવર્તન સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત માલવા

પ્રાંત આજે, ઇન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર ખાતે સરસંઘચાલક ડૉ. ભાગવતની

હાજરીમાં સામાજિક સંવાદિતા સભાનું આયોજન કરી રહ્યું છે, જેથી લોકોને તેમના નાગરિક

કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કૌટુંબિક જ્ઞાન, સામાજિક સંવાદિતા

અને સ્વ પ્રત્યે જાગૃત કરી શકાય.

આ સભામાં ઇન્દોર અને ઉજ્જૈન વિભાગના 15 જિલ્લાઓમાંથી 300 પ્રતિનિધિઓ ભાગ

લેશે. ડૉ. ભાગવત આ સભામાં પંચ પરિવર્તન સ્વદેશી જીવનશૈલી, કૌટુંબિક જ્ઞાન, પર્યાવરણ, નાગરિક શિસ્ત અને

સંવાદિતા જેવા વિષયો પર માર્ગદર્શન આપશે. સમાજના કાર્યકરો આ વિષયો પર તેમના

કાર્યની વિગતો પણ રજૂ કરશે.

માલવા પ્રાંતના સામાજિક સંવાદિતાના કન્વીનર દિનેશ ગુપ્તાએ

જણાવ્યું હતું કે,” સંવાદિતા સભા ત્રણ સત્રોમાં યોજાશે. દરેક સત્ર 90 મિનિટનું હશે.

પ્રથમ સત્રમાં, પસંદ કરાયેલ વર્ગ

તેમના કાર્યનો હિસાબ રાખશે. આ સાથે, તેની અસર વિશે માહિતી પણ શેર કરવામાં આવશે. બીજું સત્ર

બપોરના ભોજન પછીનું હશે. આ માટે, સંઘના વિભાગ અનુસાર પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા રાખવામાં

આવી છે. તેનો હેતુ પરસ્પર સંકલન અને સંવાદ અને એકબીજા સાથે પરિચય વધારવાનો છે.

છેલ્લા સત્રમાં, સરસંઘચાલક સંબોધન કરશે. આમાં, તેઓ પંચ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે

સ્વ જાગૃતિ પર ભાષણ આપશે. આ સાથે, આગામી કાર્ય યોજનાને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.”

આ બેઠક પછી, સરસંઘચાલક ડૉ. ભાગવત ઇન્દોરમાં 96 કરોડ રૂપિયાના

ખર્ચે બનાવવામાં આવી રહેલા શ્રી ગુરુજી સેવા ન્યાસ માધવ સૃષ્ટિના કેન્સર કેર

સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ તબક્કામાં, લગભગ 26 કરોડ રૂપિયાના

ખર્ચે બાંધકામ કાર્ય પૂર્ણ થયું છે. જેમાં બે બેસમેંટ, ગ્રાઉન્ડ ફ્લોર

અને ત્રણ માળનું બાંધકામ શામેલ છે. આજે આ પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

તે જ સમયે, બીજા તબક્કામાં

હાઇ-ટેક મશીનરી અને અન્ય માળનું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ

જનભાગીદારીથી બનાવવામાં આવી રહ્યો છે. આમાં, કંપનીઓએ સીએસઆરહેઠળ દાન આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande