- 18૦૦ કરોડના
ખર્ચે નિર્માણ થનાર રેલ ઉત્પાદન એકમ માટે હબ, 5 હજાર લોકોને રોજગાર મળશે
ભોપાલ, 1૦ ઓગસ્ટ (હિ.સ.) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે (રવિવારે)
એક દિવસીય મુલાકાતે મધ્યપ્રદેશ આવી રહ્યા છે. તેઓ અહીં રાયસેન જિલ્લામાં બનનારી
રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ
વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમાર, રેલ્વે બોર્ડના
અધ્યક્ષ સતીશ કુમાર, ભારત અર્થ મૂવર્સ
પ્રોજેક્ટના અધ્યક્ષ શાંતનુ રાય ઓબેદુલ્લાગંજના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત
ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, બીઈએલએલ (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ) પ્રોજેક્ટ, પ્રસ્તાવિત
પ્લાન્ટનો ૩ડી વોક થ્રુ અને નવા પ્લાન્ટના મોડેલો પર કેન્દ્રિત એક ટૂંકી ફિલ્મ
પ્રદર્શિત કરવામાં આવશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે,”
ભારત અર્થ મૂવર્સ પ્રોજેક્ટ ભોપાલ જિલ્લાની સરહદ નજીક રાયસેનના ઉમરિયા ગામમાં 60 હેક્ટરથી વધુ
જમીન પર 1800 કરોડ રૂપિયાના
ખર્ચે બ્રહ્મા પ્રોજેક્ટ (બીઈએમએલ રેલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ) બનાવશે. આ
પ્રોજેક્ટથી ભોપાલ, રાયસેન, સિહોર અને વિદિશા
જેવા જિલ્લાઓને ફાયદો થશે. આ જિલ્લાઓની ટેકનિકલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટમાં પાંચ હજારથી વધુ લોકોને
પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. વંદે ભારત-અમૃત ભારત અને મેટ્રો ટ્રેનના કોચ
અહીં બનાવવામાં આવશે.”
મુખ્યમંત્રીએ રેલ કોચ ફેક્ટરીને રાજ્યના વિકાસમાં, એક
મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
ઔદ્યોગિક વિકાસનો એક નવો અધ્યાય લખાશે.” તેમણે કહ્યું કે,” વડાપ્રધાન મોદીના મજબૂત
નેતૃત્વમાં મધ્યપ્રદેશ સહિત ભારતના અન્ય રાજ્યોના ડિરેક્ટરોને આમંત્રિત કરવામાં
આવી રહ્યા છે. આ ક્રમમાં,
થોડા મહિના પહેલા, બેંગ્લોરમાં BEML સંસ્થાની મુલાકાત
દરમિયાન, રાયસેન જિલ્લામાં
રેલ કોચ ફેક્ટરીની સ્થાપના અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.”
તેમણે કહ્યું કે,” 'બ્રહ્મા' પ્લાન્ટ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' ના ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરશે. પ્લાન્ટમાં વપરાતી
મોટાભાગની ટેકનોલોજી અને સામગ્રી દેશમાં જ વિકસાવવામાં અને ઉત્પાદિત કરવામાં આવશે, જેનાથી વિદેશી
નિર્ભરતા ઓછી થશે. આ પ્લાન્ટના નિર્માણમાં પર્યાવરણીય ધોરણો પર ખાસ ધ્યાન આપવામાં
આવશે. શૂન્ય પ્રવાહી કચરો પ્રણાલી, સૌર અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, વરસાદી પાણીનો
સંગ્રહ અને ગ્રીન લેન્ડસ્કેપિંગ અહીં અપનાવવામાં આવશે. બાંધકામમાં રિસાયકલ અને
ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરીને તેને ગ્રીન ફેક્ટરી ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટની પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા પ્રતિ વર્ષ 125 થી 200 કોચ હશે, જે પાંચ વર્ષમાં પ્રતિ વર્ષ 1100 કોચ સુધી વધારી દેવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ