વિજાપુર, 10 ઓગસ્ટ (હિ.સ.) વિજાપુર, તા. – દેવિજાપુરશના સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિજાપુર ઘટકની આંગણવાડી ખાતે દેશભક્તિથી ઓતપ્રોત રેલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ નાનાં બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યે આદર જગાડવાનો હતો.
આ અવસર પર આંગણવાડીના બાળકો તિરંગા ધ્વજ હાથમાં લઈ દેશભક્તિની નારાઓ ઉચ્ચારી ગામમાં રેલી સ્વરૂપે પ્રદર્શન કર્યું. બાળકોના ઉત્સાહ અને ઉત્કટતા જોવા જેવી હતી. કાર્યક્રમમાં બાળકોને તિરંગાનો મહત્ત્વ, તેના ત્રણ રંગોનું પ્રતિકાત્મક અર્થ તથા રાષ્ટ્રીય ચિહ્નો વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું.
રેલી સ્પર્ધામાં વિવિધ આંગણવાડી કેન્દ્રોના બાળકો ભાગ લેનાર હતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેન્દ્રોને ઇનામ અપાયા. આ અવસર પર આંગણવાડી કાર્યકરો, શિક્ષિકાઓ, ગામના આગેવાનો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત સાથે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સૌને પોતાના ઘરે તિરંગા ફરકાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. “હર ઘર તિરંગા” અભિયાન ગામમાં દેશભક્તિનો સૂર ફેલાવીને સફળતાપૂર્વક પૂર્ણ થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR