સુરતમાં કાળા જાદુના બહાને પરિણીતા પર વારંવાર દુષ્કર્મ
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.): સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે બોટાદ જિલ્લાના ચિરોડા ગામમાં મઢ ધરાવતા 52 વર્ષીય ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીએ કાળો જાદુ કરીને તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચર્યું. ફ
Surat


સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.): સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે બોટાદ જિલ્લાના ચિરોડા ગામમાં મઢ ધરાવતા 52 વર્ષીય ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીએ કાળો જાદુ કરીને તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચર્યું.

ફરિયાદ મુજબ, પતિ સાથે જાન્યુઆરી 2024માં પિતૃદોષ દૂર કરવાની વિધિ માટે ચિરોડા આવેલા સમયે ગંગારામે વિધિ સાથે કાળા જાદુની કરામત કરી પરિણીતાને મનસ્વી રીતે કાબૂમાં લીધી. બાદમાં વિધિના બહાને તેને એકલા બોલાવી શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું.

તાજેતરમાં, પરિણીતાને સતત પાંચ દિવસ સુધી ચિરોડામાં રાખવામાં આવી હતી. પતિએ તેની શોધખોળ કરતાં અડાજણ પોલીસને જાણ કરી. પોલીસે ભુવાને સુરતમાં વિધિ માટે બોલાવવાનું છટકું ગોઠવી તેને ઝડપ્યો. કાળા જાદુનો પ્રભાવ દૂર કર્યા બાદ પરિણીતાએ આખી હકીકત જણાવી.

પરિણીતા મુજબ, ચિરોડામાં તેમજ સુરત આવતા માર્ગમાં પણ ગંગારામે દુષ્કર્મ આચર્યું. પોલીસે તેની સામે દુષ્કર્મ સહિત નવા ગુજરાત માનવ બલિદાન નિવારણ અને કાળા જાદુ અધિનિયમ-2024 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ગંગારામ બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande