સાંતલપુરમાં સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના સરપંચો સાથે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં I/C પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધર
સાંતલપુરમાં સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો


પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના સરપંચો સાથે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં I/C પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરીની અધ્યક્ષતામાં આયોજન થયું હતું.

પરિસંવાદમાં પાટણ જિલ્લા પોલીસની કામગીરી, સરહદી અને અંતરિયાળ ગામોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. મહિલા અત્યાચારના બનાવો અને વધતા સાયબર ક્રાઈમ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સી-ટીમ દ્વારા મહિલા જાગૃતિના કાર્યક્રમો તથા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ગુનાઓ અટકાવવા માટેની જાગૃતિ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી.

સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મિલકતસબંધી ગુનાઓમાં ચોરાયેલ મિલકતો પરત કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી. સાથે જ ભારતીય ન્યાય સંહિતા-2023 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંગે પણ માર્ગદર્શન અપાયું.

અંતરિયાળ ગામોમાં આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે સરપંચોના અભિપ્રાય મેળવી તંદુરસ્ત ચર્ચા યોજાઈ. આમ, ગ્રામ્ય કક્ષાએ કાયદો અને સુરક્ષા વધુ મજબૂત બને તે માટે વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande