જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ, જિલ્લાની 566 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ 6 થી 12 દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કુલ 22,600 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં ફૂલોની રંગોળી, તિરંગા વિષયક ક્વિઝ અને ધ્વજ ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આકર્ષક રંગોળીઓ બનાવીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધાઓ ઉપરાંત, વિદ્યાર્થીઓએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકોને પોસ્ટકાર્ડ મોકલીને તેમનો આભાર માન્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT