પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા મહિલા કર્મયોગી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે જાતિય સતામણી અધિનિયમ, 2013 (PoSH Act) અંગે જાગૃતિ ફેલાવવા માટે
પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા મહિલા કર્મયોગી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે જાતિય સતામણી અધિનિયમ, 2013 (PoSH Act) અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર યોગેશભાઈ નનેરાએ PoSH Act અંગે વિસ્તૃત માહિતી આપી, કાર્યસ્થળે મહિલાઓના અધિકારો અને સુરક્ષાને લગતી જોગવાઇઓની સમજ આપવામાં આવી હતી.સેમિનારમાં DHEW, 181 અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિધિઓ દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ વિવિધ સહાય અને યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમના અંતે “પ્રતિકાર” નામની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓમાં જાતિય શોષણ સામે અવાજ ઉઠાવવાની ભાવના જગાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande