ગીર સોમનાથ નવાગામ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ તથા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ તારીખ 10 ઓગસ્ટ 2025 અને રવિવારના રોજ નવાગામ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ તથા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના આચાર્ય, કે વિદ્યાર્થીઓ ,તથા વન વિભાગના કર્મચારી દ્વારા સિંહનું શું મહત્વ છે
ગીર સોમનાથ જિલ્લાના નવાગામ


ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ તારીખ 10 ઓગસ્ટ 2025 અને રવિવારના રોજ નવાગામ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ તથા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના આચાર્ય, કે વિદ્યાર્થીઓ ,તથા વન વિભાગના કર્મચારી દ્વારા સિંહનું શું મહત્વ છે? તથા સિંહ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તે માટેનું વક્તવ્ય આપવામાં આવ્યું તથા વન વિભાગ તરફથી બાળકોની પરીક્ષા લેવામાં આવી જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા તથા હર ઘર તિરંગા કાર્યક્રમને અનુલક્ષીને રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રાખડી સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં નવાગામ ગ્રામ પંચાયત ના સરપંચ અને સુત્રાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા ઉપસરપંચ રામશીભાઈ જાદવ નાથાભાઈ બામણીયા બાલુભાઈ ચુડાસમા દાનાભાઈ બામણીયા ભાવેશભાઈ તથા ગ્રામ પંચાયતના અન્ય સદસ્યો વન વિભાગના કર્મચારી પંપાણીયા ભાઈ મકવાણાભાઈ શીતલબેન બોરડ, વાઢેર ભાઈ તથા અન્ય સ્ટાફ તથા શાળાના આચાર્ય અરશીભાઈ વાળા શાળાના અન્ય શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande