પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે, યશપાલ સ્વામીની વરણી
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)રક્ષાબંધનના પવિત્ર દિવસે પાટણના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે, યશપાલ મનસુખભાઈ સ્વામીની વરણી કરવામાં આવી. મંદિર ટ્રસ્ટના કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો
પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે યશપાલ સ્વામીની વરણી


પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)રક્ષાબંધનના પવિત્ર દિવસે પાટણના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે, યશપાલ મનસુખભાઈ સ્વામીની વરણી કરવામાં આવી. મંદિર ટ્રસ્ટના કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

યશપાલ સ્વામીની વરણીને ટ્રસ્ટી કલ્પેશભાઈ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સ્વામી, ભગવાનભાઈ સ્વામી તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો અને લોકોએ વધાવી હતી. સૌએ મંદિર વાડી પરિસરના વિકાસ કાર્યોને વેગ આપવા અભિલાષા વ્યક્ત કરી.

પ્રમુખ ટ્રસ્ટી બનેલા યશપાલ સ્વામીએ સમાજના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ મંદિર વાડી સહિત પ્રજાપતિ સમાજના દરેક કાર્યોમાં સૌને વિશ્વાસમાં રાખીને કાર્ય કરશે અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande