વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.)- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર પ્રવાસી શિક્ષક અને તેના મિત્ર દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર કેસ સામે આવ્યો છે.
માહિતી મુજબ, કવાંટ તાલુકાના એક ગામની વિદ્યાર્થીનીને શાળાના પ્રવાસી શિક્ષક ઉમંગ હર્ષદ રાઠવા (રહે. નવાલજા) અને તેના મિત્ર અમિત સુરેશભાઈ રાઠવા (રહે. રાયસીંગપુરા)એ પટાવીને એક હોટલમાં લઇ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યું.
વિદ્યાર્થિનીએ માતાને આ અંગે જાણ કરતાં ગ્રામજનોની હાજરીમાં કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી શિક્ષક પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
પોલીસે હોટલ તથા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે, જ્યારે બંને આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ જારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે