નવી દિલ્હી, ૧૧ ઓગસ્ટ (હિ.સ.). તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ (નંબર એઆઈ-2455)નું રવિવારે ચેન્નાઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન, ખરાબ હવામાન વચ્ચે ટેકનિકલ સમસ્યાની શંકા જતા, ચાલકે વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું, જ્યાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાને રાત્રે 8 વાગ્યે તિરુવનંતપુરમથી ઉડાન ભરી અને રાત્રે 10.35 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યું. વિમાનમાં કોંગ્રેસના સાંસદ વેણુગોપાલ અને કેટલાક અન્ય સાંસદો અને મુસાફરો હતા, જે ચાલકની સમજણને કારણે મોટી દુર્ઘટનામાં બચી ગયા. વેણુગોપાલે માંગ કરી છે કે, હવાઈ મુસાફરીની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને ડીજીસીએ એ ઘટનાની તપાસ કરવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ