સોમનાથ ખાતે યોજાયેલ 'શિવ વંદના' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા
સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થક્ષેત્રમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ સંધ્યાએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ''શિવ વંદના'' કાર્યક્રમ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં. લોકગાયક રાજ ગઢવી
સોમનાથ શિવ વંદના


સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થક્ષેત્રમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ સંધ્યાએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'શિવ વંદના' કાર્યક્રમ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં.

લોકગાયક રાજ ગઢવી અને મયૂર દવેએ 'શિવ વંદના', 'શિવ સ્તુતિ' સહિતના શિવ મહિમાના ભજનો ગાઈને શ્રોતાઓને ભક્તિમય વાતાવરણમાં રસતરબોળ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ધર્મેશભાઈ વૈદ્ય, તપસ્વીભાઈ આચાર્ય, સોમનાથ પાઠશાળાના વિદ્યાર્થીઓ અને શિવભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande