ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.)
ગીર એ સિંહોનો પ્રદેશ છે. આ પ્રદેશમાં વસવાટ કરતા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ આવે એવા હેતુસર કોડીનારના મિતિયાજ ખાતે એક મહારેલી યોજાઈ હતી. ઉપસ્થિત સર્વેએ સિંહોના સંવર્ધન માટે શપથ લીધા હતાં. શપથવિધિ અને રેલીના માધ્યમથી સિંહ સંરક્ષણનો સંદેશ અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ રેલીની શરૂઆત મિતિયાજ પ્રાથમિક કન્યા શાળા થી કરવામાં આવી હતી. આ રેલીનો હેતુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયમાં સિંહોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. જે જવાબદારીની ભાવના કેળવવાનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. આચાર્ય શ્રી રમેશભાઈ વાઢેળ તેમજ સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી આપવામાં આવી હતી.
જેમાં પ્રાથમિક કન્યા શાળાનાં આચાર્ય તથા સમગ્ર સ્ટાફ તેમજ પ્રાથમિક કુમાર શાળાનાં આચાર્ય, માધ્યમિક શાળાનાં આચાર્ય તથા સમગ્ર સ્ટાફ જોડાયો હતો. ઉપરાંત તેમજ મિતિયાજના સરપંચ સુરપાલસિંહ બારડ તથા ઉપ સરપંચ નોઘણભાઈ સોસા, તેમજ અગ્રણીઓ લલિતભાઈ વાળા, જેસીગભાઈ સોસા, મોહનભાઈ વાઢેળ, નિલેશભાઈ રાઠોડ, રોહનભાઈ સોસા, પ્રતાપભાઈ વાઢેળ અને આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ