ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી, રત્નાકરજીનું અમરેલી આગમન
અમરેલી 11 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીનો અમરેલી આગમન. પૂર્વ સાંસદ નારણભાઈના નિવાસસ્થાને ઉષ્માભર્યું સ્વાગત, સંગઠનાત્મક વિષયો પર મળ્યું માર્ગદર્શન. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પ્રેરણા સ્ત્રોત અને
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો અમરેલી આગમન


અમરેલી 11 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીનો અમરેલી આગમન.

પૂર્વ સાંસદ નારણભાઈના નિવાસસ્થાને ઉષ્માભર્યું સ્વાગત, સંગઠનાત્મક વિષયો પર મળ્યું માર્ગદર્શન.

અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક એવા ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનો આગમન એક યાદગાર ક્ષણ બની રહ્યો. તેમના આગમન નિમિત્તે અમરેલી પૂર્વ સાંસદ નારણભાઈના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને કાર્યકર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રત્નાકરજીના આગમન સમયે ગરમાજોશીથી સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા તેમજ કાર્યપદ્ધતિમાં નવી ઊર્જા લાવવા અંગે તેમણે માર્ગદર્શન આપ્યું. સંગઠનના તળિયાથી શિખર સુધી મજબૂત કડી ઉભી કરવા, કાર્યકર્તાઓના તાલીમ કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે તેમણે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.

પૂર્વ સાંસદ નારણભાઈએ રત્નાકરજીના અમરેલી આગમન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આવા પ્રેરણાદાયી નેતાઓના માર્ગદર્શનથી ભાજપના કાર્યકર્તાઓને નવી દિશા અને દૃઢ સંકલ્પ મળે છે. કાર્યક્રમમાં પક્ષની એકતા, શિસ્ત અને જનસેવામાં અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande