ભાન્ડુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 3000 લિટર ક્ષમતાવાળા, બલ્કકુલર અને જનરેટર મશીનનું લોકાર્પણ
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા તાલુકાના ભાન્ડુ ગામ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નવા બલ્કકુલર અને જનરેટર મશીનનું લોકાર્પણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. કુલ 3000 લિટરની ક્ષમતા ધરાવતા આ આધુનિક બલ્કકુલર તથા જનરેટર મશીનની અંદાજીત કિંમત રૂ. 25 લાખ છે.
ભાન્ડુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 3000 લિટર ક્ષમતાવાળા બલ્કકુલર અને જનરેટર મશીનનું લોકાર્પણ


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા તાલુકાના ભાન્ડુ ગામ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નવા બલ્કકુલર અને જનરેટર મશીનનું લોકાર્પણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. કુલ 3000 લિટરની ક્ષમતા ધરાવતા આ આધુનિક બલ્કકુલર તથા જનરેટર મશીનની અંદાજીત કિંમત રૂ. 25 લાખ છે. આ સુવિધા દાન સ્વરૂપે પૂરી પાડવામાં આવી છે, જેના કારણે દૂધ સંગ્રહ અને ગુણવત્તા જાળવવામાં મોટા પાયે સહાય મળશે.

કાર્યક્રમ દરમિયાન મંડળીના આગેવાનો, દૂધ ઉત્પાદક ખેડૂતસભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે મંડળીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ નવી સુવિધાથી દૂધના તાપમાનનું નિયંત્રણ સરળ બનશે, જેના કારણે દૂધની ગુણવત્તા વધુ સારી રીતે જાળવી શકાશે અને ખેડૂતસભ્યોને યોગ્ય ભાવ મળવામાં સહાય થશે.

જનરેટર મશીન સ્થાપિત થતા વિજ પુરવઠામાં અવરોધ હોવા છતાં દૂધ સંગ્રહમાં કોઈ અડચણ નહીં આવે. ગામના દૂધ ઉત્પાદકો માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે, જે મંડળીની ઉત્પાદન ક્ષમતા અને વિશ્વસનીયતા વધારશે.

આ અવસરે દાતા પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યું કે ગામના વિકાસ અને ખેડૂતહિત માટે આવી સુવિધાઓનો લાભ દરેક સભ્યે લેવો જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande