જૂનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર વોલ પેઇન્ટિંગ, રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા થીમ પર એ.જી. સ્કૂલની દિવાલ તથા જયશ્રી રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરની દિવાલ પર સુંદર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ પર રાષ્ટ્રધ્વજ પણ લગાડવામાં આવ્યા છે.આમ જૂનાગઢ જિલ્લામાં સ્વતંત્રતાના પર્વ હર હર ઘર તિરંગા અભિયાનની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ