જૂનાગઢ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે, મહારેલી યોજાઇ હતી
જૂનાગઢ, 11 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલી યોજાઇ હતી. જિલ્લાની ૧૩૧૫ શાળાઓના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા
જૂનાગઢ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ


જૂનાગઢ, 11 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલી યોજાઇ હતી.

જિલ્લાની ૧૩૧૫ શાળાઓના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનો કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મહારેલી યોજાઈ હતી.

આ રેલીમાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કુલ ૧૩૧૫ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, નાગરિકોએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથ લીધા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande