ધાર ગામમાં ₹10.25 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ અને ડ્રેનેજ લાઈન કામનું ખાતમુહૂર્ત
અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.): સાવરકુંડલા તાલુકાના ધાર ગામમાં ગ્રામ વિકાસને ગતિ આપવા માટે ₹10.25 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ તથા ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહૂર્ત ધાર આશ્રમના મહંત પૂજ્ય ગુણપતબાપુ તથા નવનિયુક્ત સરપંચ હંસાબેન કાકડિયાના શુભ હસ્તે કરવામાં આવ્
ધાર ગામમાં ₹10.25 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ અને ડ્રેનેજ લાઈન કામનું ખાતમુહૂર્ત


અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.): સાવરકુંડલા તાલુકાના ધાર ગામમાં ગ્રામ વિકાસને ગતિ આપવા માટે ₹10.25 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ તથા ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહૂર્ત ધાર આશ્રમના મહંત પૂજ્ય ગુણપતબાપુ તથા નવનિયુક્ત સરપંચ હંસાબેન કાકડિયાના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો, તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ, ધાર ગામના ઉપસરપંચ તથા ગામના આગેવાનો અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગામના વિકાસ માટે વિવિધ યોજનાઓ અને આવનારા કામ અંગે ચર્ચા કરવામાં આવી. સ્થાનિક આગેવાનો અને સરપંચશ્રીએ જણાવ્યું કે આ કામ પૂર્ણ થતાં ગામમાં વાહનવ્યવહાર સુગમ બનશે અને વરસાદી મોસમમાં ગંદા પાણીની સમસ્યાનો નિવારણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગામના સર્વાંગી વિકાસ માટે સૌના સહકારનું મહત્વ દર્શાવ્યું અને ભવિષ્યમાં પણ આવી યોજનાઓ દ્વારા ધાર ગામને વધુ સુવિધાસભર બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande