ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને, મહેસાણા LCB પોલીસે ઝડપ્યો
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.)ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને મહેસાણા LCB પોલીસે ઝડપ્યો. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) પોલીસે લાંબા સમયથી ફરાર ચાલતા ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને ગાંધીનગરથી ઝડપ્યો છે. આરોપી હિનેશ પટેલ પોતાના ભાઈ
Mehsana, Gujarat, 11 ઓગસ્ટ (હિ.સ.)ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને મહેસાણા LCB પોલીસે ઝડપ્યો


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.)ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને મહેસાણા LCB પોલીસે ઝડપ્યો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) પોલીસે લાંબા સમયથી ફરાર ચાલતા ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા હિનેશ પટેલને ગાંધીનગરથી ઝડપ્યો છે. આરોપી હિનેશ પટેલ પોતાના ભાઈના ઘરે સંતાઈને બેસ્યો હતો. વિજાપુરમાં ઝડપાયેલી નકલી પનીર બનાવતી ફેક્ટરીનો મુખ્ય સંચાલક હોવાના આરોપસર તે ફરાર હતો.

વિજાપુરમાં થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 649 કિલો નકલી પનીર અને 239 કિલો પામોલીન તેલ જપ્ત કરેલ હતું. તપાસ દરમિયાન આ ફેક્ટરીનો મુખ્ય સુત્રધાર હિનેશ હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન મીડિયાકર્મીઓ તેની કામગીરી કવર કરવા ગયા ત્યારે હિનેશે તેમના પર હુમલો કર્યો હતો, જેના પગલે તેના વિરુદ્ધ જીવલેણ હુમલાનો ગુનો નોંધાયો હતો.

મહેસાણા LCB ટીમને હિનેશના ગાંધીનગર વિસ્તારમાં હોવાની બાતમી મળતાં પોલીસએ મક્કમ પ્લાન બનાવી રેડ પાડી તેને કાબૂમાં લીધો. હાલમાં પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ પૂછપરછ ચાલી રહી છે જેથી અન્ય સંકળાયેલા આરોપીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે. આ કાર્યવાહીથી નકલી ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહીનો સંદેશો ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande