સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ, પાલિકાની કડક કાર્યવાહી
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) વિસનગર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ દિવસ દરમિયાન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમ
સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ પાલિકાની કડક કાર્યવાહી


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.)

વિસનગર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ દિવસ દરમિયાન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 41 વેપારીઓ પાસેથી લગભગ 23 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. સાથે જ કાયદાનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી કુલ રૂ. 20,150 નો દંડ વસુલવામાં આવ્યો છે.

નગરપાલિકા તંત્રએ જણાવ્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ જોવા મળી રહ્યો છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આ કારણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આગળ પણ નિયમિત રીતે તપાસ ચાલુ રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવાશે અને કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં.

સાથે જ પાલિકા દ્વારા નાગરિકો તથા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને તેના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો જેમ કે કાગળ કે કાપડની થેલીનો ઉપયોગ કરે. આ પ્રયાસો સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને આરોગ્ય માટે અગત્યના છે, જેમાં સૌનો સહકાર જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande