સરપંચ પરિસંવાદનું, આયોજન કરવામાં આવ્યું
વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આજે “સરપંચ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગામસ્તરે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને, પોલીસ અને ગામ પંચાયત વચ્ચે સઘન સંકલન રહે અને ગુનાખોરી
સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું


વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આજે “સરપંચ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગામસ્તરે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને, પોલીસ અને ગામ પંચાયત વચ્ચે સઘન સંકલન રહે અને ગુનાખોરી પર વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાય તેવો હતો. દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પોતાના વિસ્તારના સરપંચોને આમંત્રિત કરી તેમની સાથે સીધી ચર્ચા કરી.

પરિસંવાદ દરમિયાન પોલીસ અધિકારીઓએ ગામમાં બનતી નાની-મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ, શંકાસ્પદ હલચલ અને સામાજિક અશાંતિના મુદ્દાઓ અંગે સમયસર પોલીસને માહિતી આપવા પર ભાર મૂક્યો. સાથે જ ગામમાં મહિલા સુરક્ષા, નશીલા પદાર્થોનું નિવારણ, ટ્રાફિક નિયમોનું પાલન, કિશોરવયના યુવાનોમાં ગુનાખોરી અટકાવવા અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે સરપંચોને જણાવ્યું કે ગામમાં કોઈપણ તણાવજનક પરિસ્થિતિ સર્જાય તો તેનું સમયસર નિવારણ કરવા પોલીસ સાથે તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ. પોલીસ-જનસહયોગના માધ્યમથી જ સામાજિક શાંતિ અને વિકાસને વેગ મળી શકે છે. અનેક સરપંચોએ પણ પોતાના ગામમાં આવતી સમસ્યાઓ, રસ્તા-લાઈટ, જાહેર સ્થળોની સુરક્ષા તેમજ શાળા-કોલેજ પાસેની સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી.

પરિસંવાદને કારણે પોલીસ અને ગ્રામ્ય સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સંકલન વધુ મજબૂત બન્યું છે. આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તો ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરી રોકવા અને જનસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોટો ફાયદો થશે, એવી સર્વસંમતિ વ્યક્ત કરવામાં આવી. આ રીતે “સરપંચ પરિસંવાદ” ગામના વિકાસ અને સુરક્ષામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande