શ્રાવણના ત્રીજા સોમવારે પાટણમાં શિવભક્તિનો મહિમા
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પાટણ જિલ્લામાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો. સવારથી જ સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી. મલેસ્વર, સિધેશ્વર, જબરેશ્
શ્રાવણના ત્રીજા સોમવારે પાટણમાં શિવભક્તિનો મહિમા


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પાટણ જિલ્લામાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો. સવારથી જ સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી. મલેસ્વર, સિધેશ્વર, જબરેશ્વર, લોટેશ્વર અને ગૌકણેશ્વર મહાદેવ મંદિરોમાં પણ ભક્તોએ દર્શનનો લાભ લીધો.

ભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળથી ભગવાન શિવનો અભિષેક કરી વિશેષ પૂજા-અર્ચના કરી. જાળેશ્વર, મહાષોકાન્ત મલહારે મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ મંદિરોમાં પણ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી આખો દિવસ ગુંજી ઉઠ્યો. સાંજે વિવિધ મંદિરોમાં નયનરમ્ય આરતીનો કાર્યક્રમ યોજાયો.

પાટણ નજીક માલસૂદ ગામના મહાદેવ મંદિરે પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજન-અર્ચન અને અભિષેક કર્યો. ભક્તો શ્રાવણ માસના બાકીના સોમવારે પણ આવી જ ભક્તિભાવપૂર્વક ઉજવણી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande