પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર ના ખાપટમા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા હતા જયારે રાણાવાવમાં જાહેર રોડ જુગાર રમતા ચાર ઝડપાયા હતા.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં ગૌશાળાની સામેની ગલીમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ભાવીન ભીખુભાઈ ચુડાસમા,દેવાંગ ચંપકભાઇ સરવૈયા,નીતીન પરસોતભાઇ પાણખણીયાને ઝડપી લોધા હતા સ્થળ પરથી રૂ.11,030નો મુદામાલ કબ્જે કર્યો હતો અન્ય એક જુગારમાં રાણાવાવ શહેરના મફતીયાપરા વિસ્તારમા જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ઇકબાલ વલીમામદ આદમાણી, હારૂન મામદ વીરપરીયા, અબ્દુલ હુશેન હાલા અને ભરત પરબત ઓડેદરા નામના ચાર શખ્સોને ઝડપી સ્થળ પરથી રૂ.14,550નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya