12 ઓગસ્ટ (હિ. સ)ભારત દેશનો
રાષ્ટ્રધ્વજ આપણા હિન્દુસ્તાન માટે રાષ્ટ્રીય ગૌરવ વનતું છે આગામી 15 મી ઓગસ્ટના
રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વતની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ત્રિરંગા રાષ્ટ્રીય ધ્વજ
ના સન્માનમાં હરઘર ત્રિરંગા, હર ઘર સ્વચ્છતા , સ્વતંત્રતાનો ઉત્સવ ,સ્વચ્છતાની સંગ ને આધારિત વિવિધ તિરંગાના કાર્યક્રમનો આયોજન હાથ
ધરવામાં આવ્યા હતાજેને લઇને આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા
કક્ષાની અંબાજી ખાતે વિશાળ તિરંગા યાત્રા રેલી સ્વરૂપે નીકળવામાં આવી હતી.
આ
ત્રિરંગા યાત્રા અંબાજીના 51 શક્તિપીઠ સર્કલથી નીકળી અંબાજી નગર પરિભ્રમણ
કર્યું હતું. આ યાત્રામાં દાંતા પ્રાંત અધિકારી IAS હરિની કે આરઅંબાજી પોલીસ અન્ય
સુરક્ષા કર્મીઓ સાથે અંબાજી મંદિરના તમામ સ્ટાફ તેમજ અંબાજીની વિવિધ શૈક્ષણિક
સંસ્થાના શિક્ષકો , અંબાજી ભાજપા મડળ ના પદાધીકારીઓવિધાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા.
આ રેલી અંબાજીના વિવિધ
બજારોમાં પરિભ્રમણ કરીને લોકોમાં દેશ પ્રત્યે, દેશના જવાનો પ્રત્યે
અને દેશને આઝાદી પ્રત્યે જનજાગૃતિ આવે તેવા ઉદ્દેશથી રાષ્ટ્રીય પ્રજામાં રાષ્ટ્રીય
ભાવના પ્રબળ બને તેના માટેનો આ આયોજન હાથ ધરવામાં આવ્યા હોવાનું IAS હરિણીકે આર પ્રાંત
અધિકારી દાંતા એ જણાવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ