પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.ઓધવજી નથુભાઈ મોઢા વિદ્યાલય ખાતે પણ સ્વતંત્રતા દિન થીમ આધારીત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.શાળાના ધોરણ 9 થઈ 12ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયયોજન કરવામાં આવ્યુ હતુ. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં સહભાગી બનીને દેશપ્રેમ બતાવ્યો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya