જામનગરની યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર સામે ફરિયાદ
જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): જામનગરમાં રહેતી એક યુવતીએ પોતાને સોશિયલ મીડિયામાં બદનામ કરીને પોતાના ચારિત્ર્યને ધબો લાગે તેવા અન્ય પુરૂષો સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે એક મોબાઈલ નંબર ધારક તથા બે ઈન્ટા આઈડી ધારક સામે સાયબર ક્રાઈમ પોલ
ફરિયાદ


જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): જામનગરમાં રહેતી એક યુવતીએ પોતાને સોશિયલ મીડિયામાં બદનામ કરીને પોતાના ચારિત્ર્યને ધબો લાગે તેવા અન્ય પુરૂષો સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે એક મોબાઈલ નંબર ધારક તથા બે ઈન્ટા આઈડી ધારક સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આથી સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી અને ખાનગી બ્યુટીપાર્લરમાં કામ કરતી સત્યાવીસ વર્ષની એક યુવતીએ પોતાના મોબાઈલના વોટ્સએપમાં મોબાઈલમાંથી ગાળોનો વરસાદ વરસાવતા મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ આઈડીના ડીપીમાં યુવતીનો ફોટો રાખીને તેમજ ફરિયાદી યુવતી સાથે અન્ય પુરૂષ વ્યક્તિના પર્સનલ ફોટાને વાયરલ કરવામાં આવ્યા હતા. આ અંગે યુવતી દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. આઈ.એ. ધાસુરા ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande