દાહોદમા આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું
પોલીસ બેન્ડ લોકો માટે આકર્ષણ
દાહોદ તિરંગા યાત્રા ની તસ્વીર


દાહોદ, 12 ઓગસ્ટ (હિ.સ.)

हर घर तिरंगा, हर घर स्वच्छता, स्वतंत्रता का उत्सव, स्वच्छता के संग

ના નારા સાથે દાહોદમા આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન “હર ઘર તિરંગા' તથા તિરંગા યાત્રા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું આl તિરંગા યાત્રાને દાહોદ બસ સ્ટેશન પસીથી પ્રસ્થાન lકરાવવામાં જિલ્લા કલેકટ યોગેશ નિરગુડે દ્વારા કરવામા આવી હતી અને આ યાત્રાનું સમાપન દાહોદ ઐતિહાસિ સિદ્ધરાજ જૈસિંહ છાબ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું

આ રેલીમાં દાહોદ જિલ્લા કલેકટરયોગેશ નિરગુડે DSP ર્ડો રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત્ન પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, dysp જગદીશ ભંડારી, પોલીસ ની ટીમ, MY હાઈસ્કૂલ ના વિધાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ તથા દાહોદ નગરપાલિકા તમામ કાર્યકર્તાઓ તેમજ ભાજપ ની યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને પોલીસ બેન્ડ તેમજ વોહરા સમાજનું બેન્ડ વિશેષ આકર્ષણ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande