પ્રાંચી તીર્થ ખાતે સોમવારે વિના મૂલ્યે નેત્રનિદાન તથા હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પ નું આયોજન...
ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.) પ્રાચી તીર્થ....પ્રાંચી તીર્થ ખાતે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા તા.18/8/ 25 ને સોમવાર ના રોજ કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થ માં વિનામૂલ્યે 114 મો સદ્દગુરૂ
શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર


ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.) પ્રાચી તીર્થ....પ્રાંચી તીર્થ ખાતે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા તા.18/8/ 25 ને સોમવાર ના રોજ કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થ માં વિનામૂલ્યે 114 મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પ યોજાશે જેમાં રણછોડદાસજી આંખ ની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચી તથા ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી તીર્થ પોતાનું યોગદાન આપશે આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞ માં આંખના રોગોનું નિદાન કરી જરૂરીયાત વાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આવનાર દરેક દર્દીઓને રહેવા, જમવા, શુધ્ધ ઘીનો શીરો, ચા પાણી -નાસ્તો, ચશ્માં, દવા, ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે.

આ કેમ્પમાં દર્દીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઈ બિમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande