-ઉનામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, ધારાસભ્યશ્રી તથા વહીવટ તંત્રનું સુંદર આયોજન...
ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.) 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટ તંત્ર તથા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) અને ઉના નગરપાલિકાના સંયુક્ત આયોજન થી યોજાયેલ આ તિરંગા યાત્રા નો શુભારંભ ઉના શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે આવેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ફુલહાર અને શ્રઘ્ધાસુમન સાથે થયેલ હતો. ઉનાની દરેક સ્કુલના વિદ્યાર્થી ભાઈ - બહેનો, નગરજનો તથા પદાધિકારીઓ, અધિકારીઓની વિશાળ હાજરી સાથે યોજાયેલ તિરંગા યાત્રા ઉના ટાવર ચોક થી મેઈન બજાર, લુહાર ચોક, વડલા ચોક થઈને બસ સ્ટેશન થી ત્રિકોણ બાગ ચોક ખાતે પૂર્ણ થયેલ હતી. આ તિરંગા યાત્રામાં ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોન્ધરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, ડેપ્યુટી કલેકટર પરમાર સાહેબ, ઉના મામલતદાર ડી.કે.ભીમાણી ચીફ ઓફિસર જે.જે.ચૌહાણ, નવાબંદર ઈન્ચાર્જ પી.આઈ. વી.કે.ઝાલા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી કે.પી.ચાવડા સાહેબ, ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યઓ, સરપંચઓ, સંગઠનના હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ અધિકારીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ