પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં 15 મી ઓગસ્ટ 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થવા જઈ રહીલ છે ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના જવાનો દ્વારા પણ પોલીસ પરેડ પ્રોગ્રામ માટે વિશિષ્ટ તૈયારી
પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે ગુજરાત પોલીસની અદભુત તૈયારીઓ

પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં 15 મી ઓગસ્ટ 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થવા જઈ રહીલ છે ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના જવાનો દ્વારા પણ પોલીસ પરેડ પ્રોગ્રામ માટે વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા પોલીસ પરેડ પ્રોગ્રામના નોડલ અધિકારી વિજયસિંહ પરમારએ જણાવ્યું છે કે આ વર્ષે 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે ભવ્યતા અને ગૌરવ સાથે થવા જઈ રહી છે. ગુજરાત પોલીસ વિભાગ તરફથી પરેડ માટે કુલ 19 કન્ટીન્યન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રથી પણ એક કન્ટીન્યન્ટ હાજરી આપશે.

પરેડમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, રેન્જ પોલીસ, મહિલા પોલીસ, સાગર રક્ષક દળ, હોમ ગાર્ડ, એન.સી.સી. સહિત મોટી સંખ્યામાં બેન્ડ, બ્યુગલ્સ અને સ્પાઇક બેન્ડનો શાનદાર સમાવેશ થવા જઈ રહ્યો છે. આ પરેડ માત્ર શક્તિ અને શિસ્તનું પ્રતિબિંબ નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક બનશે.પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા વિશેષ આકર્ષણરૂપ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યોગ પ્રદર્શન, હ્યુમન રાઈફલ ડ્રિલ, રાષ્ટ્રીય ભાવના જાગૃત કરનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, અદ્ભુત મોટરસાયકલ સ્ટંટ, શાનદાર ડોગ શો અને અશ્વ શોનો સમાવેશ થાય છે.આ તમામ કાર્યક્રમો પોરબંદરના આંગણે ઈતિહાસ રચશે અને દર્શકોને અવિસ્મરણીય અનુભવ આપશે. રાજ્યભરના નાગરિકો માટે આ ઉજવણી ગૌરવ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો જીવંત ઉત્સવ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande