કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ત્રિરંગાના સન્માન માટે રેલીનું આયોજન કરાયુ.
પોરબંદર,12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત જિલ્લાભરમાં સ્વાતંત્ર્ય દિવસની થીમ આધારીત વિવિધ કાર્યક્રમનુ આયોજન થઈ રહ્યુ છે. પોરબંદરની પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પણ આ ઉજવણીમાં સહભાગી થઈ ત્રિરંગાના સન્માન મા
કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ત્રિરંગાના સન્માન માટે રેલીનું આયોજન કરાયુ.


કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ત્રિરંગાના સન્માન માટે રેલીનું આયોજન કરાયુ.


કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ત્રિરંગાના સન્માન માટે રેલીનું આયોજન કરાયુ.


પોરબંદર,12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત જિલ્લાભરમાં સ્વાતંત્ર્ય દિવસની થીમ આધારીત વિવિધ કાર્યક્રમનુ આયોજન થઈ રહ્યુ છે. પોરબંદરની પીએમ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પણ આ ઉજવણીમાં સહભાગી થઈ ત્રિરંગાના સન્માન માટે રેલીનું આયોજન કર્યુ હતુ.

પીએમ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ત્રિરંગા અને દેશભક્તિના આદરનો સંદેશ આપવા માટે એક ભવ્ય ત્રિરંગા રેલી યોજી હતી. આ રેલીમાં બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ભારત માતા કી જય, વંદે માતરમ, તિરંગા ઉંચા રહે હમારા જેવા ઉત્સાહી નારા લગાવીને દેશભક્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયત્ન કર્યો હતો.આ પ્રસંગે, શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ત્રિરંગાનું મહત્વ, તેની રચના અને રાષ્ટ્રીય ધ્વજ સંહિતા વિશે માહિતી આપી હતી.

રેલીનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરવા માટે પ્રેરણા આપવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande