સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.): કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને અપાતાં પ્રોત્સાહન હેઠળ ગામે ગામ ખેડૂતોને ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી છે. જે અંતર્ગત ઓલપાડના અસનાડ ગામે ખેડૂતોને રાસાયણિક ખેતીથી પાક અને પર્યાવરણની સાથે સજીવ સૃષ્ટિને થતાં નુકસાન વિષે સમજણ આપી તેઓને નેચરલ ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળતી યોજનાકીય સહાય વિષે માહિતગાર કરી તેનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે