પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લાના 91 ગામના સરપંચ સાથે પોલીસતંત્રએ પરિસંવાદ યોજયો હતો. ગુજરાત રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાય તથા જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેષ જાજડીયાના માર્ગદર્શન હેઠળ રેન્જના દરેક જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન મુજબ સરપંચો અને પોલીસ અધિકારીઓ વચ્ચે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરી ગામડાઓમાં બનતા બનાવોની તાત્કાલિક પોલીસને જાણ થાય અને નાની સામાન્ય ઘટના કોઇ મોટી દુર્ઘટનામાં પરિવર્તિત ન થાય તે માટે પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન ખાતે બગવદર પોલીસ સ્ટેશના વિસ્તારના 43 ગામના તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશનના ૫ ગામ એમ કુલ 48 ગામોના સરપંચો સાથે આ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં પોરબંદર જિલ્લા એસ.પી. બી.યુ.જાડેજા તથા ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ, પોરબંદર ગ્રામ્ય વિભાગ તથા મિયાણી મરીન પોલીસ સ્ટેશનના, પોલીસ ઇન્સ્પેકટર, એમ.ડી.વાળા તથા પોરબંદર એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા પોરબંદર જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.બી.ચૌહાણ તથા બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.બારા તથા સાયબર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. દિવ્યેશ કુમાર હર્ષદભાઈ પટેલ આ પરિસંવાદમાં જોડાયેલ.આ પરિસંવાદમાં સરપંચોને પોરબંદર જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાએ ગ્રામજનોનું વોટસએપ ગૃપ બનાવી ટ્રાફિક અવેરનેશ, સાયબર ફ્રોડ જેવા મુદાઓ વિષે જાગતૃતા લાવી તેમજ કોઇપણ બનાવની પોલીસને તાત્કાલિક જાણ થાય તેથી સામાન્ય બાનાવ કોઈ મોટા ગુન્હા કે દુર્ઘટનામાં પરિવર્તિત ન થાય તેમજ પરપ્રાંતિય મજુરોનું અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવા સમજ આપી, તેમજ પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને બરડા વિસ્તારમાં જમીન, ધોરીયા, શેઢા, રસ્તા,પાળાના સામાન્ય પ્રશ્નોથી મોટા શરીર સબંધી ગુન્હા બનતા હોય છે. તેવું ન બને તે માટે કાયદો હાથમાં ન લઇ, રેવન્યુ રાહે દીવાની કાર્યવાહી કરવા-કરાવવા સમજ આપેલ. આ પ્રશ્નને આધારે કોઈ ઝઘડો થવાની શકયતા હોય તો સીધુ પોલીસના ધ્યાન ઉપર મુકવુ અને ગ્રામપંચાયત દ્વારા ગામમાં પ્રવેશતા રસ્તાઓ ઉપર, ચોકમાં, મેઇન બજાર ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અને તેમાં માર્ગદર્શન માટે પોરબંદર જિલ્લા પોલીસનો સંપર્ક સાધવા તેમજ કરવામાં આવેલ. તેમજ અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ટેકનીકલ સોર્સથી શોધી આપી મૂળ માલિકોને ‘તેરા તુજકો અર્પણ’ સબબ પરત આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય વિભાગે આ પરિસંવાદમાં પોલીસ તથા ગ્રામજનો વચ્ચે સુમેળભર્યો સંવાદ થતો રહે તે માટે કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો ખુલ્લીને પોલીસ સાથે રજુઆત કરી શકે તથા પોલીસ પ્રજાનો મિત્ર છે અને રહેશે તેવી ભાવના રાખવા બાબતે ચર્ચા અને વાહન અકસ્માત, સાયબર ફ્રોડ ગુન્હાની કોઇપણ બનાવની પોલીસને સંકોચાયા વગર જાણ કરવી તે બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ.
તે બાદ આ પરિસંવાદ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક ઔધકારી દ્વારા વાહન અકસ્માત અટકાવવા માટે જરૂરી ટ્રાફિક અવેરનેશ, સીટબેલ્ટ, હેલ્મેટ, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તથા નાની વાયના બાળકોને વાહન ન આપવા વગેરે બાબતોથી સજાગ કર્યા તેમજ ગામ વિસ્તારમાં જરૂર જણાય તે જગ્યાએ રીફલેકટરો, સાઇનીંગબોર્ડ, સ્પીડ બ્રેકરો મૂકવા પોલીસ તથા લગત રેવન્યુ ડિપાર્ટમેન્ટ સંકલનમં રહી કાર્યવાહી કરવી તેમજ ગામમાંથી પસાર થતા મુખ્ય રોડથી દૂર રખડતા ઢોર માટે ઘાસચારો અપાવાવની વ્યવસ્થા કરવી, વાહન અકસ્માતની તુરત જાણ 108 તથા પોલીસને કરી જેથી રાહદારીનો જીવ બચે અને રાહવીર યોજનાનો લાભ મેળવી જે વિષે સમજણ આપેલ. તેમજ સાયબર પોલીસ સ્ટેડશનના એ.એસ.આઈ. દિવ્યેશ પટેલએ સાયબર ફ્રોડ વિશે બનતા બનાવ બાબતે જેવા કે ડીજીટલ અરેસ્ટ તથા અનનોન લીન્ક ઓપન ન કરવી તથા સોશ્યલ મીડિયા એપમાં ટુ-ફેકટર સીકયોરીટી રાખવી, અનનોન કોલ ઉપર બેંક ડીટેઈલ કે ઓ.ટી.પી. સેર ન કરવા તેમજ એ.પી.કે. લખેલી લીન્ક અજાણ્યા નંબર પરથી આવેલ હોય તો સેર કે ઓપન ન કરવી. તેમજ આમારા ગામના શ્રમિકોનું બેન્ક એકાઉન્ટ કોઈ ભાડે રાખવા માંગે તો સીધી પોલીસને જાણ કરવી તેમજ કોઈપણ પ્રકારનું ઓનલાઇન કે ઈન્ટરનેટના માધ્યમથી છેતરપીંડી થાય તો તુરત 1930 નંબર ઉપર કોલ કરી જાણકારી આપવી. તેમજ આ પરિસંવાદમાં સરપંચોને ગામનો કોઇ પોલીસને લગતા પ્રશ્ન બાબતે સંવાદ કરી, પરિસંવાદના હેતુ અનુસરવા સેવા, સુરક્ષા અને શાંતિ સાથે જીવનનું મુલ્ય અને ગુન્હાહિત પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે મહત્વના પોલીસ-સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya