દોઢ માસ પૂર્વે ખાપડ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેતી પોરબંદર પોલીસ.
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર નજીકના ખાપટ ગામે દોઢ મહિના પહેલા બંધ મકાનમાં દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે આ ગુન્હામાં બે મહિલા સહિત ત્રણને પકડી પાડયા છે.જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડ
દોઢ માસ પૂર્વે ખાપડ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેતી પોરબંદર પોલીસ.


દોઢ માસ પૂર્વે ખાપડ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેતી પોરબંદર પોલીસ.


પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર નજીકના ખાપટ ગામે દોઢ મહિના પહેલા બંધ મકાનમાં દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે આ ગુન્હામાં બે મહિલા સહિત ત્રણને પકડી પાડયા છે.જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનેડિટેકટ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતોવખત આપેલ સુચના અનુસાર એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો અનડીટેકટ મિલ્કત સંબંધી ગુન્હાઓ ડિટેકટ કરવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાનગઇ તા. 23-6-2025 ના રોજ ખાપટ ગામે પાણીના ટાંકા પાસે ફરીયાદીના બંધ મકાનમાં અજાણ્યા ચોર-ઈસમો દ્વારા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હોય. જે ચોરીના બનાવ બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય અને સદરહુ અનડીટેકટ ચોરીનો ગેનો ડીટેકટ કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ દાસા તથા વિરેન્દ્રસિંહ પરમારને ખાનગીરાહે મળેલ હકીકતના આધારે આરોપી જયેશ ઉર્ફે મહેશ ભાણજીભાઈ સોલંકી, ઉ.વ.28 રહે. ચોપાટી મેળા ગ્રાઉન્ડ પાસે ફૂટપાથ ઉપર પોરબંદર તથા નીતાબેન કિશન રમેશગીરી અપારનાથી ઉ.વ. 30 રહે. ખાપટ નાગબાપાના મંદિર પાસે પોરબંદર તથા સુનીતાબેન આકાશ રમેશગીરી અપારનાથી ઉ.વ. 35 રહે. ખાપટ નાગબાપાના મંદિર પાસે પોરબંદરવાળાને ફરીયાદીના બંધમકાનમાંથી ચોરી કરેલ સોનાની કાન ઉપર પહેરવાની સર સાથેની બુટી જોડી એક કિ.રૂા. 30,000 ચાંદીની બંગડી જોડી એક રૂા.3200મળી કુલ રૂા. 33,200ના મુદામાલ સાથે ત્રણેયને ઉપરોકત મુદામાલ સાથે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમમાં સોંપી આપી ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સરાહનીય કામગીરી કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande