પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અંતર્ગત સપ્તરંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની સેવાભાવી સંસ્થા સ્વસ્તિક ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોરબંદરમાં થઈ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના સંકલનમાં રહી વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવિધ આયોજન કરાયા છે. જેમાં સ્વસ્તિક ગૃપ દ્વારા રંગોળી સ્પર્ધા, પોરબંદરના સ્થાપના દિન અંતર્ગત ક્વિઝ કોમ્પીટેશન, રક્ષાબંધનની ઉજવણી, વેશ ભૂષા, હોસ્પિટલ ખાતે સેવા કાર્યો, સ્લમ વિસ્તારમાં મીઠાઈ વિતરણ અને પ્રાથમિક શાળાઓમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં સ્વસ્તિક ગૃપ કાર્યાલય ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન થયું હતું. સ્વસ્તિક ગૃપ દ્વારા ક્વિઝ કોમ્પીટેશન, વેશ ભૂષા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભાગ લેનાર સ્પર્ધકોને ભેટ આપી બિરદાવા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya