સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)- 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ની થીમ પર સુરત શહેર-જિલ્લામાં તા.15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઓલપાડ, માંગરોળ અને મહુવા તાલુકાની વિવિધ શાળાઓમાં રંગોળી, ચિત્રકળા સ્પર્ધા અને તિરંગા યાત્રા યોજાઈ હતી.
દેશભક્તિમય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર તિરંગા, રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતા વિષય પર સુંદર કલા પ્રદર્શન કર્યું હતું. તેમજ ઢોલ નગારાના નાદ સાથે મહુવા તાલુકામાં યોજાયેલી તિરંગા યાત્રામાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાનના બેનરો સાથે લોકોને જાગૃત કર્યા હતા.સાથે જ ‘સ્વચ્છ સુજલ ગાંવ પ્રતિજ્ઞા’ લઈ ગામમાં સ્વચ્છતા જાળવવા, જળસ્ત્રોતો, તળાવો, નદીઓને સ્વચ્છ અને શુદ્ધ રાખવાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે